Gujarat Weather: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો, નલિયા 10.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર; જાણો તમારા શહેરનું તાપમાન

આજે 20 નવેમ્બરના રોજ રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 20 Nov 2025 09:38 AM (IST)Updated: Thu 20 Nov 2025 09:38 AM (IST)
gujarat-weather-today-20-november-2025-maximum-minimum-temperature-city-wise-641324

Gujarat Weather Today: ગુજરાતમાં શિયાળાની જમાવટ સાથે જ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, આજે 20 નવેમ્બરના રોજ રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં શીત લહેર

આંકડાઓ પર નજર કરીએ તો, કચ્છનું નલિયા 10.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. અહીં તાપમાન સામાન્ય કરતાં 4.6 ડિગ્રી જેટલું નીચે ગયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. રાજકોટ અને પોરબંદર બંને શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5.3 ડિગ્રી ઘટીને અનુક્રમે 12.6 અને 13.7 ડિગ્રી નોંધાયું છે.

અમદાવાદ અને વડોદરાની સ્થિતિ

રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.1 ડિગ્રી રહ્યું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી ઓછું છે. જ્યારે વડોદરામાં તાપમાન 14.0 ડિગ્રી નોંધાયું છે, જ્યાં પારો સામાન્ય કરતાં 3.7 ડિગ્રી ગગડ્યો છે. આમ, મધ્ય ગુજરાતમાં પણ હવે વહેલી સવારે અને મોડી રાત્રે જોરદાર ઠંડી વર્તાઈ રહી છે.

મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો

માત્ર રાત્રિના તાપમાનમાં જ નહીં, પરંતુ દિવસના મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. અમદાવાદ, ભાવનગર અને કંડલા જેવા શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી જેટલું નીચું રહ્યું હતું. રાજ્યના મોટાભાગના સ્ટેશનો પર મહત્તમ તાપમાન 28 થી 32 ડિગ્રીની વચ્ચે રહ્યું છે, જેના કારણે દિવસે પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ગુજરાતનું તાપમાન આજે 20 નવેમ્બર 2025 | Gujarat Temperature Today 20 November 2025

શહેરમહત્તમ તાપમાન (°C)સામાન્યથી તફાવતન્યૂનતમ તાપમાન (°C)સામાન્યથી તફાવત
અમદાવાદ29.6 (19/11)-3.015.1-1.6
અમરેલી----12.6-3.8
વડોદરા29.6 (19/11)0.414.0-3.7
ભાવનગર29.1 (19/11)-3.015.3-2.8
ભુજ31.8 (19/11)-0.714.5-2.4
દાહોદ27.7 (19/11)--NA--
દમણ32.0 (19/11)--NA--
ડાંગ29.8 (19/11)--NA--
ડીસા31.4 (19/11)-1.013.3-2.3
દીવ30.1 (19/11)-1.015.2-1.7
દ્વારકા29.8 (19/11)-2.019.0-2.3
ગાંધીનગર29.5 (19/11)-2.5NA--
જામનગર28.4 (19/11)--17.9-0.8
કંડલા29.8 (19/11)-3.016.0-3.8
નલિયા33.2 (19/11)0.010.8-4.6
ઓખા28.8 (19/11)--22.4-1.3
પોરબંદર30.7 (19/11)-3.013.7-5.3
રાજકોટ29.6 (19/11)-1.012.6-3.3
સુરત31.9 (19/11)-2.016.0-3.1
સુરત KVK31.8 (19/11)--NA--
વેરાવળ32.0 (19/11)-1.018.5-2.1