Junagadh: ખેડૂતોએ કર્યો જૂનાગઢ કલેક્ટર કચેરીનો ઘેરાવ, 12 દિવસમાં માંગણીઓ નહીં સંતોષાય તો ઉપવાસ આંદોલનની ચીમકી

ખેડૂતોએ પોતાની વિવિધ માંગણીઓ સાથે સૂર પુરાવતા જણાવ્યું હતું કે જો 12 દિવસમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 11 Nov 2025 11:02 AM (IST)Updated: Tue 11 Nov 2025 11:02 AM (IST)
junagadh-farmers-lay-siege-to-collectorate-threaten-12-day-countdown-for-hunger-strike-636008
HIGHLIGHTS
  • કુદરતી આફતોના કારણે થયેલા નુકસાન સામે રૂપિયા 3 લાખ સુધીના પાક ધિરાણ લેનારા ખેડૂતોનું ધિરાણ તાત્કાલિક માફ કરવાની માંગ કરી છે.
  • ખેડૂતોને બાકી વીમાની રકમ વ્યાજ સહિત વહેલી તકે ચૂકવવામાં આવે.

Junagadh Farmers Protest: જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂપિયા 10,000 કરોડના રાહત પેકેજને સંપૂર્ણપણે અસંતોષકારક ગણાવીને આજે કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. ખેડૂતોએ પોતાની વિવિધ માંગણીઓ સાથે સૂર પુરાવતા જણાવ્યું હતું કે જો 12 દિવસમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ

ખેડૂતોએ મહા-કોરોના અને અન્ય કુદરતી આફતોના કારણે થયેલા નુકસાન સામે રૂપિયા 3 લાખ સુધીના પાક ધિરાણ લેનારા ખેડૂતોનું ધિરાણ તાત્કાલિક માફ કરવાની માંગ કરી છે. 2019માં થયેલા નુકસાન સામેની વીમાની રકમ મોટાભાગના ખેડૂતોને મળી નથી. ખેડૂતોને બાકી વીમાની રકમ વ્યાજ સહિત વહેલી તકે ચૂકવવામાં આવે. હાલમાં જાહેર કરાયેલા પેકેજમાં પ્રતિ એકર માત્ર 200 મગફળી અને 200 મણ મકાઈની મગફળી આપવાનું નક્કી કરાયું છે, જે અપૂરતું છે. આ તમામ પાકને નુકસાનીના માપદંડમાં સમાવેશ કરવાની માંગ છે.

બજારભાવના અભાવે આત્મહત્યાનો વિકલ્પ

ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકારે માત્ર રૂપિયા 125 મણના ભાવે જ મગફળી ખરીદ કરવાનું નક્કી કર્યું છે, જ્યારે ખેડૂતોને એક વીઘાએ રૂપિયા 18,000 સુધીનો ખર્ચ થાય છે. જો સરકાર પૂરતી ખરીદી ન કરે તો આ નુકસાનની ભરપાઈ ક્યાંથી થાય? આ ઉપરાંત, મગફળીના ખુલ્લા બજારભાવ રૂપિયા 40 આસપાસ ચાલી રહ્યા છે, જ્યારે ઓપન માર્કેટમાં 20 હજા૨ના ભાવે વેચાય છે. ખેડૂતોનું કહેવું છે કે જો પૂરતો ભાવ ન મળે તો આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા એક વિકલ્પ બની જાય છે.

મગફળી અને મકાઈમાં મોટું નુકસાન

ખેડૂત નેતાઓના જણાવ્યા મુજબ, આ વર્ષે અંદાજે 66 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે, પરંતુ સરકારે માત્ર 10 લાખ હેક્ટરની જ મગફળીનું નુકસાન ગણતરીમાં લીધું છે, જે ખોટું છે. ખેડૂતોને મોટી ખોટ ગઈ છે. વળી, મહા-કોરોનાને કારણે પહેલી મગફળીનું પાન પૂરું કરવા દેવામાં આવ્યું ન હતું, જેના કારણે પણ મોટું નુકસાન થયું હતું.