15 લગ્ન, દુલ્હન એક જ: બનાવટી દસ્તાવેજો બનાવી માત્ર સવા વર્ષમાં 21 લગ્ન કરી 2 કરોડથી વધુની લૂંટ

આ ગુનામાં મુખ્ય આરોપી ચાંદની રમેશભાઇ ઠાકોર (દુલ્હન) છે. તે બે યુવકો સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતી હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 21 Nov 2025 09:00 AM (IST)Updated: Fri 21 Nov 2025 09:09 AM (IST)
mehsana-bride-made-fake-documents-got-married-21-times-in-just-1-5-years-robbery-over-2-crores-641867

Mehsana News: અમદાવાદના શુભમ અને જય માડી મેરેજ બ્યુરોએ મુંબઈના એક મેરેજ બ્યુરોના માધ્યમથી 21 યુવકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં, માત્ર સવા વર્ષના ગાળામાં બનાવટી દસ્તાવેજો બનાવીને યુવતીએ 21 જેટલા યુવકો સાથે લગ્ન કર્યા હતા અને કરોડો રૂપિયાની લૂંટ ચલાવી હતી.

લૂંટની મોડસ ઓપરેન્ડી

આ ગુનામાં મુખ્ય આરોપી ચાંદની રમેશભાઇ ઠાકોર (દુલ્હન) છે. તે બે યુવકો સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતી હતી. શુભમ મેરેજ બ્યુરોના માડી સ્થિત કેદાર ભંડારીએ લોકોના પૈસા પડાવવા માટે આ યુવતીનો ઉપયોગ કર્યો હતો. ચાંદની (નકલી દુલ્હન) માત્ર સવા વર્ષમાં 21 યુવકો સાથે લગ્ન કરીને તેમના પર વિશ્વાસ કેળવતી. ત્યારબાદ તે 2-4 દિવસમાં જ રોકડ, સોના-ચાંદીના દાગીના, અને અન્ય કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ જતી હતી.

પકડાયેલા આરોપી:

  • ચાંદની રમેશભાઇ ઠાકોર (દુલ્હન)
  • સવિતા ઉર્ફે સુશીલા ઠાકોર ( દુલ્હનની માતા)
  • રશ્મિકા સચિનભાઇ પંચાલ (બીજી દુલ્હન)
  • રાજેશ જીવણભાઇ (દલાલ)
  • મોહન ઠક્કર (દલાલ)
  • સોનલ (ત્રીજી દુલ્હન ફરાર)

લૂંટની રકમ અને પોલીસ કાર્યવાહી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઠગ ત્રિપુટીએ 21 લગ્ન કરીને 2 કરોડ રૂપિયાથી વધુની લૂંટ કરી છે. પોલીસે 21 લગ્ન અને 2 કરોડ રૂપિયાના દાગીના લૂંટીને ભાગી છૂટ્યા બાદ ૫૨ લાખ રૂપિયા રોકડા અને 4.70 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. આરોપીઓ ચાંદનીના નામે 4 ખોટા આધાર કાર્ડ બનાવીને અલગ-અલગ જગ્યાએ રહેતા હોવાનું દર્શાવી, છેતરપિંડીની કાર્યવાહી કરતા હતા. પોલીસ આ ટોળકીના અન્ય ગુનાઓ અંગે પણ તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં કુલ 3 દુલ્હનો અને 31 યુવકો સાથે છેતરપિંડી થઈ હોવાની માહિતી છે, પરંતુ હાલ 21 લગ્ન અને 2 કરોડની લૂંટનો પર્દાફાશ થયો છે.