Mehsana News:વિશ્વ શૌચાલય દિવસના અવસરે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ મહેસાણા જિલ્લાના મેઉ ગામ ખાતે ઉત્સાહભેર યોજાયો હતો. અહી આયુષ્માન કાર્ડ કેમ્પ, આરોગ્ય નિદાન કેમ્પ, સ્વચ્છતા રેલી સહિત કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પણ આજે વિશ્વ શૌચાલય દિવસ નિમિતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેઉ ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલતા શ્રમ રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે જે રીતે પ્રધાનમંત્રીએ ગામડાઓમાં સ્વચ્છતા માટેનું અભિયાન શરુ કર્યું તે આપણે જોઈ રહ્યા છીએ, અમારું શૌચાલય અમારું ભવિષ્ય અભિયાનનો આજથી આરંભ થઇ રહ્યો છે. આજે ઘર સુધી એકઠો થયેલો કચરો ગ્રામ પંચાયતનાં માધ્યમથી એકત્રિત કરવામાં આવી રહ્યો છે, અને તેનો યોગ્ય નિકાલ થાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

ગામડાઓ સ્વચ્છ અને સુઘડ બને અને સાથે સાથે સમૃદ્ધ બને, એ રીતે આજના ઉદેશ્ય સાથે ગ્રામ વિકાસ વિભાગ કામ કરી રહ્યો છે. દેશમાં પણ સફળતાપૂર્વક સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો
અમારું શૌચાલય અમારું ભવિષ્ય અભિયાન આગામી 10મી ડિસેમ્બર સુધી ચાલશે. અમારું શૌચાલય અમારું ભવિષ્ય એ અભિયાન માત્ર અભિયાન પુરતું જ ન રહે પણ સૌ સાથે મળીને ઘર, આંગણું,ગામ અને તેની સાથે સાથે સામુહિક શૌચાલય વિગેરેની સફાઈ કરીએ સામુહિક અભિયાનના ભાગરૂપે કામ કરીએ તેવો તેમણે અનુરોધ કર્યો હતો.
રાજ્યકક્ષાના આ મહત્વના કાર્યક્રમમાં સફાઈ કામદારોને કીટનું વિતરણ અને સન્માન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત સામુહિક શૌચાલયના મરામત અને નિભાવણી માટે ગ્રામ પંચાયત અને સખી મંડળ વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા હતા.
અહી મંત્રી, પદાધિકારીઓ, મહાનુભાવોની હાજરીમાં સ્વચ્છતા રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી, જેમાં શાળાના છાત્રો જોડાયા હતા. રેલી દ્વારા સ્વચ્છ શૌચાલય, સ્વસ્થ ગામનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ હરીભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ગીરીશભાઈ, જિલ્લા આરોગ્ય સમિતિનાં ચેરમેન મિહિર પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન વિભાગીય અધિકારીઓ,

