Surat News: સુરતના વેસુ વિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વારના ફ્લાય ઓવર બ્રિજ પર મહિલાનું મોપેડ મળી આવ્યું હતું અને મહિલા બ્રીજની નીચે લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. મહિલાને 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં મૃત જાહેર કરાઇ હતી. 28 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો કે અકસ્માતે નીચે પટકાઈ તે રહસ્ય ઘેરાયું છે. આ મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના વેસુ સ્થિત અણુવ્રત દ્વાર પાસેના બ્રિજ પરથી 28 વર્ષીય મહિલા 60 ફૂટ નીચે પટકાઈ હતી. મહિલાનું ઓલા મોપેડ બ્રિજ પર મળી આવ્યું હતું જ્યારે મહિલા નીચે પટકાતા લોહી લુહાણ થઈ ગઈ હતી. આ ઘટનાને ધ્યાને આવતા ત્યાં ફરજ પર હાજર ટીઆરબી જવાન સહિતના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 મારફતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી
પ્રાથમિક તપાસમાં મહિલાની ઓળખ ઉષા હેમંતભાઈ જૈન તરીકે થઈ છે તેઓ વેસુ વિસ્તારમાં રહે છે અને તેમના પતિ કાપડ વેપારી છે તેમજ પરિવારમાં એક દીકરો અને દીકરી છે. આ ઉપરાંત ઉષા બેન વેસુ વિસ્તારમાં કાફે પણ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.
બ્રિજ પર મહિલાની મોપેડ મળી આવી હતી જ્યારે મહિલા બ્રીજની 60 ફૂટ નીચે પટકાયેલી હાલતમાં મળી આવી હતી ત્યારે મહિલાએ બ્રિજ પરથી કૂદીને આપઘાત કર્યો છે કે બ્રિજ પર કોઈ અકસ્માત થતા નીચે પટકાઈ છે તે રહસ્ય હાલ ઘેરાયું છે. આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

