Gujarati Movie Laalo: સુરતીલાલાઓ તૈયાર થઈ જાઓ! આજે 'લાલો' ફિલ્મની ટીમ આવી રહી છે તમારા શહેરમાં; જાણો ક્યાં કરી શકશો મુલાકાત

ગુજરાતી ફિલ્મ જગતમાં અત્યારે જેની જોરદાર ચર્ચા ચાલી રહી છે તેવી ફિલ્મ લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે (Laalo: Krishna Sada Sahaayate) ની ટીમ આજે ડાયમંડ સિટી સુરતના આંગણે આવી રહી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 25 Nov 2025 02:58 PM (IST)Updated: Tue 25 Nov 2025 03:00 PM (IST)
gujarati-film-laalo-krishna-sada-sahaayate-cast-will-visit-surat-644243

Laalo Gujarati Movie Cast in Surat: ગુજરાતી ફિલ્મ જગતમાં અત્યારે જેની જોરદાર ચર્ચા ચાલી રહી છે તેવી ફિલ્મ 'લાલો – શ્રીકૃષ્ણ સદા સહાયતે' (Laalo: Krishna Sada Sahaayate) ની ટીમ આજે ડાયમંડ સિટી સુરતના આંગણે આવી રહી છે. જો તમે પણ આ ફિલ્મના કલાકારોને રૂબરૂ મળવા માંગતા હો, તો આજે તમારી પાસે સુવર્ણ તક છે.

Laalo Gujarati Movie Cast in Surat: ક્યાં અને ક્યારે?

ફિલ્મના પ્રમોશન અને ચાહકો સાથે મુલાકાત કરવા માટે આયોજિત 'મીટ ધ ટીમ' ઇવેન્ટની વિગતો નીચે મુજબ છે:

  • તારીખ: આજે, 25 નવેમ્બર (મંગળવાર)
  • સમય: સાંજે 5:00 કલાકે
  • સ્થળ: રાજહંસ મલ્ટિપ્લેક્સ, AR મોલ, સુરત

ફિલ્મ 'લાલો – શ્રીકૃષ્ણ સદા સહાયતે'માં લાલોની ભૂમિકા ભજવનાર કરણ જોશીએ એક વીડિયોમાં કહ્યું કે, 'જય દ્વારકાધીશ હું અને શ્રૃહદ આવી રહ્યા છીએ રાજહંસ મલ્ટીપ્લેક્સ AR મોલ તમને મળવા સુરત, જય દ્વારકાધીશ.'

ફિલ્મ વિશે ટૂંકમાં

અંકિત સાખિયા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' એક ભાવનાત્મક નાટ્ય અને ભક્તિમય ડ્રામા છે, જે જીવન, સંબંધો અને આંતરિક સુધારણા પર કેન્દ્રિત છે. ફિલ્મની વાર્તા એક રિક્ષાચાલક 'લાલો'ની આસપાસ ફરે છે, જે ગરીબી અને ભૂતકાળના પીડાના બોજ તળે દબાયેલો છે. પૈસા કમાવવાની તીવ્ર ઇચ્છાથી તે એક દૂરના ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે, જ્યાં તેને ભગવાન કૃષ્ણના સ્વપ્નો અને દર્શનો થાય છે. કૃષ્ણ તેને આંતરિક શાંતિ અને આત્મ-શોધ તરફ માર્ગદર્શન આપે છે. આ ફિલ્મ ભક્તિ, નાટક, હાસ્ય અને વાસ્તવિકતાનું સુંદર સંતુલન ધરાવે છે, જે તમામ વયના દર્શકોને ભાવુક બનાવે છે.