Dhuleti 2026 Date: સનાતન ધર્મમાં હોળી અને ધુળેટી (Dhuleti 2026) ના પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. ફાગણ મહિનાની પૂર્ણિમાએ ઉજવાતો આ તહેવાર માત્ર રંગોનો જ નહીં, પરંતુ પ્રેમ, ભાઈચારા અને ઉત્સાહનું પ્રતીક છે. વર્ષ 2026 માં આ તહેવાર ક્યારે ઉજવાશે તે અંગે લોકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ હોળી અને ધુળેટીની સાચી તારીખ અને મુહૂર્ત વિશે.
ધુળેટી 2026 ની તારીખ (Dhuleti 2026 Date)
પંચાંગ અને કેલેન્ડરની ગણતરી મુજબ, વર્ષ 2026 માં રંગોનો તહેવાર એટલે કે ધુળેટી 4 માર્ચ, બુધવારના રોજ ઉજવવામાં આવશે.
દ્રિક પંચાંગ અનુસાર તિથિની વિગત નીચે મુજબ છે:
આ પણ વાંચો
- ફાગણ પૂર્ણિમા તિથિ પ્રારંભ: 2 માર્ચ, 2026 (સોમવાર) સાંજે 5:55 કલાકે.
- ફાગણ પૂર્ણિમા તિથિ સમાપ્ત: 3 માર્ચ, 2026 (મંગળવાર) સાંજે 5:07 કલાકે.
- આમ, તિથિના આધારે ધુળેટી 4 માર્ચના રોજ મનાવવામાં આવશે.
હોલિકા દહન અને શુભ મુહૂર્ત (Holika Dahan 2026 Muhurat)
રંગોના તહેવારના એક દિવસ અગાઉ હોલિકા દહન કરવામાં આવે છે. વર્ષ 2026 માં હોલિકા દહન 3 માર્ચ, મંગળવારના રોજ કરવામાં આવશે. હોલિકા દહનનું મુહૂર્ત સાંજે 6:23 થી રાત્રે 8:51 સુધી છે. આ સમયગાળા દરમિયાન શ્રદ્ધાળુઓ હોલિકા પૂજન અને દહન કરી શકશે.
તહેવારનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ (Holi Importance)
હોળી એ અનિષ્ટ પર સદગુણના વિજયનું પ્રતીક છે. શાસ્ત્રો મુજબ, ભક્ત પ્રહલાદની ભક્તિ અને હોલિકાના દહનની કથા આ તહેવાર સાથે જોડાયેલી છે. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણને હોળી અત્યંત પ્રિય હતી, જેના કારણે વ્રજમાં તો 40 દિવસ સુધી હોળીનો ઉત્સવ ઉજવાય છે. મથુરા-વૃંદાવનમાં લઠ્ઠમાર હોળી, ફૂલોની હોળી અને લાડુ હોળી જેવી વિવિધ પરંપરાઓ જોવા મળે છે, જેનો આનંદ માણવા દેશ-વિદેશથી લોકો ઉમટી પડે છે.

