Holika Dahan Muhurat 2026: હોળી-ધુળેટી ક્યારે ઉજવાશે? જાણો હોલિકા દહનની તારીખ અને શુભ મુહૂર્ત

Holika Dahan Muhurat 2026: વર્ષ 2026માં હોલિકા દહન ક્યારે છે? અહીં જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, મહત્વ અને પરંપરાઓ વિશેની સંપૂર્ણ માહિતી.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 24 Nov 2025 11:41 AM (IST)Updated: Mon 24 Nov 2025 11:50 AM (IST)
holika-dahan-muhurat-2026-tithi-story-history-significance-of-holi-643488

Holika Dahan Muhurat 2026 (હોલિકા દહન મુહૂર્ત 2026): રંગોનો તહેવાર હોળી હિન્દુ ધર્મના સૌથી મોટા અને મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ પણ છે. વર્ષ 2026 માં આ રંગોત્સવ માર્ચ મહિનાની શરૂઆતમાં આવશે. પંચાંગ અને જ્યોતિષીય ગણતરી મુજબ, વર્ષ 2026 માં હોળી 3 માર્ચ, બુધવારના રોજ ઉજવવામાં આવશે.

હોળાષ્ટક અને શુભ કાર્યો

પરંપરા મુજબ, મુખ્ય હોળી એટલે કે રંગોવાળી હોળીના આગલા દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. ફાગણ મહિનાના સુદ પક્ષની અષ્ટમીથી લઈને પૂર્ણિમા સુધીના સમયગાળાને 'હોળાષ્ટક' કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. હોલિકા દહન થયા બાદ જ શુભ કાર્યોની ફરી શરૂઆત થાય છે.

હોલિકા દહન અને ભદ્રાનું મહત્વ

ધાર્મિક ગ્રંથો અનુસાર, હોલિકા દહન (જેને છોટી હોળી પણ કહેવાય છે) ફાગણ પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી અને પ્રદોષ કાળ દરમિયાન કરવામાં આવે છે. આ પૂજામાં 'ભદ્રા' કાળનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. જો પૂર્ણિમા તિથિના પૂર્વાર્ધમાં ભદ્રા હોય, તો તે સમય દરમિયાન હોલિકા દહન કરવું અશુભ માનવામાં આવે છે.

વર્ષ 2026 માટે હોળી અને હોલિકા દહન

  • ફાગણ પૂર્ણિમા તિથિ પ્રારંભ: 2 માર્ચ, 2026 (સાંજે 5:55 કલાકે)
  • ફાગણ પૂર્ણિમા તિથિ સમાપ્ત: 3 માર્ચ, 2026 (સાંજે 5:07 કલાકે)
  • હોલિકા દહન તારીખ: 3 માર્ચ 2026, મંગળવાર
  • રંગવાળી હોળી (ધુળેટી): 4 માર્ચ 2026, બુધવાર

હોલિકા દહન માટેનું શુભ મુહૂર્ત

ભક્તો માટે હોલિકા દહનનું શુભ મુહૂર્ત 3 માર્ચ 2026, મંગળવારના રોજ સાંજે 6:23 થી રાત્રે 8:51 સુધી રહેશે. આ સમયગાળામાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોલિકા દહન કરવું શુભ અને ઉત્તમ માનવામાં આવે છે.