તેલ, સૂકા લાલ મરચાં, ઝીણું સમારેલું લસણ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, ખમણેલું ગાજર, બ્રોકલી, મશરુમ, ઝીણા સમારેલા બીન્સ, રાંધેલા સફેદ ચોખા, મીઠું, દળેલા કાળા મરી, ગ્રીન ચિલી સોસ, સોયા સોસ , ઝીણી સમારેલી લીલી ડુંગળી.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં અને ઝીણું સમારેલું લસણ ઉમેરી ધીમા તાપે સાંતળો.
હવે તેમાં ડુંગળી, કેપ્સિકમ, ગાજર, બ્રોકોલી, મશરૂમ અને બીન્સ ઉમેરો. આ બધું તેજ આંચ પર 2 મિનિટ સુધી સાંતળો જેથી શાક ક્રિસ્પી રહે.
તૈયાર કરેલા રાંધેલા સફેદ ચોખા પેનમાં નાખીને બધી સામગ્રી સાથે બરાબર મિક્સ કરો.
છેલ્લે તેમાં સ્વાદ મુજબ મીઠું, કાળા મરીનો પાવડર, ગ્રીન ચિલી સોસ અને સોયા સોસ ઉમેરો. ઉપરથી ઝીણી સમારેલી લીલી ડુંગળી ભભરાવો.
બધું બરાબર મિક્સ કરી 1 મિનિટ માટે ફ્રાય કરો. તમારા ગરમાગરમ અને ચટાકેદાર ગાર્લિક ફ્રાઇડ રાઇસ તૈયાર છે!
આ રાઇસને તમે મંચુરિયન ગ્રેવી અથવા દહીં સાથે માણી શકો છો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.