સેવ ડુંગળીનું ઢાબા સ્ટાઇલ શાક બનાવવાની રીત


By Dimpal Goyal14, Apr 2026 03:29 PMgujaratijagran.com

સામગ્રી

ડુંગળી, સેવ, તેલ, રાઇ, લાલ મરચું, આદુ લસણની પેસ્ટ, ગરમ મસાલો, ધાણા જીરુ, હિંગ, હળદર, મીઠો લીમડો, આખું જીરું, મીઠું, લીંબુ નો રસ, ઝીણી કોથમીર, પાણી.

તૈયારી

ડુંગળીને સમારી પાણીમાં રાખો. એક વાટકીમાં લાલ મરચું, હળદર અને ધાણાજીરુંમાં થોડું પાણી ઉમેરી મસાલાની પેસ્ટ બનાવી લો.

વઘાર

કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ અને મસાલાની પેસ્ટ ઉમેરી સાંતળો.

ડુંગળી ચઢાવવી

હવે સમારેલી ડુંગળી અને મીઠું નાખી, ઢાંકણ ઢાંકીને ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચઢવા દો.

દહીં અને મેથી

ડુંગળી નરમ થાય એટલે તેમાં દહીં ઉમેરી 2 મિનિટ હલાવો. તેલ છૂટું પડે એટલે હાથથી મસળીને કસૂરી મેથી નાખો.

ગ્રેવી

હવે ગરમ મસાલો અને અડધો કપ પાણી ઉમેરી ગ્રેવીને બરાબર ઉકળવા દો.

ફિનિશિંગ

ગ્રેવી ઘટ્ટ થાય અને તેલ દેખાવા લાગે એટલે તેમાં સેવ ઉમેરી મિક્સ કરો. 1 મિનિટ ઢાંકીને રાખો જેથી સેવ નરમ થઈ જાય.

સર્વિંગ સૂચન

તૈયાર ગરમાગરમ શાક પર લીલી કોથમીર છાંટીને તેને પરાઠા, ભાખરી અથવા ગરમાગરમ રોટલા સાથે સર્વ કરો.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઝટપટ બનાવો ગાર્લિક ફ્રાઇડ રાઇસ રેસીપી