ચૂરમાના લાડુ બનાવવાની પરફેક્ટ રીત


By Dimpal Goyal13, Apr 2026 03:37 PMgujaratijagran.com

સામગ્રી

ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ, ઘી, ગોળ, ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર, બદામ, તેલ, પાણી.

લોટનું મિશ્રણ તૈયાર કરવું

એક મોટા વાસણમાં ઘઉંનો કરકરો લોટ અને ચણાનો લોટ ચાળી લો. બંને લોટ સરખી રીતે મિક્સ કરવાથી લાડુનો ટેક્સચર સરસ આવશે.

મુઠીયા માટેનો લોટ બાંધવો

લોટમાં તેલનું મોણ નાખી, જરૂર મુજબ નવશેકું ગરમ પાણી ઉમેરી કઠણ લોટ બાંધો. આ લોટમાંથી મીડિયમ સાઈઝના મુઠીયા તૈયાર કરો.

મુઠીયા તળવા

કડાઈમાં તેલ ગરમ કરી, તૈયાર કરેલા મુઠીયાને ધીમા તાપે તળો. મુઠીયા અંદરથી કાચા ન રહે અને બહારથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.

ચૂરમું તૈયાર કરવું

તળેલા મુઠીયા થોડા ઠંડા થાય એટલે તેના ટુકડા કરી મિક્સરમાં પીસી લો. તૈયાર થયેલા ભુક્કાને ચાળણીથી ચાળી લો જેથી ચૂરમું એકસરખું બને.

મસાલા અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવા

પીસેલા ચૂરમામાં ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર અને ઝીણી સમારેલી બદામ-કાજુ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

ગોળનો પાયો (ઘી-ગોળનું મિશ્રણ)

એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણો સમારેલો ગોળ નાખો. ગોળ ઓગળી જાય અને ઘી સાથે ભળી જાય એટલે ગેસ બંધ કરી દો (બહુ ઉકાળવું નહીં).

બધું મિશ્રણ ભેગું કરવું

તૈયાર થયેલા ગરમ ઘી-ગોળના મિશ્રણને ચૂરમાના ભુક્કામાં રેડો. ચમચા વડે બધું બરાબર હલાવીને મિક્સ કરી લો.

લાડુ વાળવા

મિશ્રણ હાથથી અડકી શકાય તેવું સહેજ ઠંડું થાય એટલે તેના ગોળ લાડુ વાળી લો. છેલ્લે ઉપરથી ખસખસ લગાવીને ગાર્નિશ કરી શકાય છે.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘરે ટેસ્ટી બુંદી રાયતું કેવી રીતે બનાવવું